મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એકની અટકાયત

- text


મોરબી : મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગત તા. 26ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેઓને મળેલ ખાનગી હકીકત આધારે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ કુબેર ટોકીઝ પાછળ વૃદ્ધાશ્રમ સામે મફતિયાપરામાં આરોપીના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની સીલપેક બોટલો નંગ 49 કી.રૂ. 25,480નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ મુદામાલ કબ્જે કરી આરોપી રાજેશ ઉકાભાઇ અઘારા (ઉ.વ. 25, ધંધો મજૂરી, રહે. શોભેશ્વર રોડ, કુબેરધાર પાણીના ટાંકા પાછળ, વૃદ્ધાશ્રમ સામે, મફતિયાપરા, મોરબી, મૂળ રહે. રાવળીયાવદર, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર)ની ધોરણસર અટક કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text