મોરબીમાં સગીરાને ભગાડવાના પ્રકરણમાં 9 શખ્સોએ ઘરમાં ઘુસી તોડફોડ-મારામારી કરી રૂ.1લાખની ખંડણી માંગી

- text


યુવકનો કાકાનો દીકરો સગીરાને ભગાડી ગયો હોય, તેના સમાજના ગોંડલના આગેવાને ટોળાને ઘરે મોકલીને મચાવી ધમાલ :બી ડિવિઝન પોલીસે હાથ ધરી કાર્યવાહી

મોરબી : મોરબીમાં સગીરાને ભગાડી જવાના પ્રકરણમાં 9 શખ્સોએ યુવકના ઘરમાં ઘુસી તોડફોડ કરી માર મારીને રૂ. 1 લાખની ખંડણી માંગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસે હાલ ફરિયાદના આધારે ગોંડલના એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમા ત્રાજપર ચોકડી સામે વૃંદાવન પાર્કમાં રહેતા હર્ષદભાઈ જયંતીભાઈ ડોડીયાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓનો કાકાનો દીકરો ધવલ ઉર્ફે ગોપાલ એક સગીરાને ભગાડી ગયો હતો.જેનો ખાર રા આ સગીરાના સમાજના ગોંડલના નાગડકા ગામના આગેવાન રાજુભાઇ સખીયાએ ફોન ઉપર ગાળો ભાંડીને ધાક ધમકી આપી હતી. બાદમાં ત્રણ કારમાં અજાણ્યા 9 શખ્સોને મોકલ્યા હતા. આ શખ્સોએ ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેના કાકાના દીકરા અને સગીરા બાબતે પૂછપરછ કરી હતી.

- text

બાદમાં તેને તથા પરિવારજનોને ઢીકા પાટુનો માર મારી સોકેશ અને દરવાજામાં તોડફોડ કરી હતી. તેમજ સગીરાને ભગાડી ગયાના કેસમાં ખર્ચા પેટે રૂ. 1 લાખની ખંડણી માંગીને જો આ રકમ ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે હાલ બી ડિવિઝન પોલિસે ગોંડલના નાગડકા ગામના રાજુભાઇ સખીયા સામે ગુનો નોંધી તેને પકડી પાડવા તેમજ 9 શખ્સોની ઓળખ મેળવવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text