મોરબી : BOBની બ્રાન્ચમાં પાસબુક એન્ટ્રી મશીન બંધ હોવાથી ગ્રાહકોને હાલાકી

- text


મોરબી : મોરબીમાં બેંક ઓફ બરોડાની એક બ્રાન્ચમાં પાસબુક એન્ટ્રી મશીન બંધ હોવાથી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે.

મોરબીના સરદાર રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચમાં આશરે છેલ્લા છથી આઠ માસથી પાસબુકની એન્ટ્રી કરવાનું મશીન બંધ છે. જેના કારણે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. વધુમાં, જયારે ગ્રાહકો બેંકના કર્મચારીઓને આ અંગે પૂછવા જાય છે ત્યારે તેવો જવાબ મળે છે કે તેઓએ મોરબીના લાલપર ખાતે મશીન રાખેલ છે. ત્યાંથી એન્ટ્રી કરાવવી. જે દૂરના અંતરે હોવાથી દરેક સિનિયર સિટીઝન કે પેન્શનરો માટે તે શક્ય હોતું નથી.

- text

આથી, પેન્શનરો અને સિનિયર સિટીઝનોને આ કારણોસર થતી મુશ્કેલીનું નિવારણ આવે તેમજ ગ્રાહકોના સમય અને પૈસાનો વ્યય થતો અટકે તે માટે સરદાર નગર રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની બ્રાંચમાં તાત્કાલિક ધોરણે નવું મશીન ફીટ કરવું જોઈએ તેવી ગ્રાહકોમાં માંગ ઉઠી છે.

- text