મહેન્દ્રનગર યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

મોરબી : મહેન્દ્રનગર યુવા ગ્રુપ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ આગામી તા. 5 માર્ચથી શરુ થશે. આ ટુર્નામેન્ટમાં દરેક મેચ 12 ઓવરની રહેશે. તેમજ રસપ્રદ વાત એ છે કે ટુર્નામેન્ટમાં LBWનો નિયમ રાખેલ નથી. આ ટુર્નામેન્ટમાં રોકડ રકમ રૂ. 31 હજાર વિજેતાને પુરસ્કાર આપવામાં આવશે. ટુર્નામેન્ટમાં એન્ટ્રી ફી રૂ. 8000 છે. ટુર્નામેન્ટ ભાગ લેવા માટે ટીમે ફોર્મ ભરી ડિલક્સ પાન, સરા ચોકડી – હળવદ, વિશાલ સ્ટોર – શનાળા રોડ, મોરબી અથવા હરભોલે પાન – મહેન્દ્રનગર ચોકડી, મહેન્દ્રનગર ખાતે આપવાનું રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. 1 માર્ચ છે. વધુ વિગત માટે આયોજક અમિત પટેલ મો.નં. 79905 01094નો સંપર્ક કરવાનો રહેશે.