મોરબી જિલ્લાના પશુપાલકો તેમજ માછીમારોને કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા

- text


મોરબી : રાજ્યોના ખેડૂતોને ખેતીના વ્યવસાય માટે જોઈતા જરૂરી ધિરાણ માટે કિશાન ક્રેડિટ કાર્ડ (કૃષિ)ની સુવિધા ઉપલબ્ધ છે. તેવી જ રીતે પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકો તથા મતસ્યઉધ્યોગ મંડળીના સભ્યો તેમજ માછીમારોને માટે કિશાન ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવા મોરબી જિલ્લાના પશુપાલકો તથા માછીમારો તેમજ મતસ્યઉધ્યોગ મંડળીના સભ્યોને કિશાન ક્રેડિટ કાર્ડ સરળતાથી ઉપલભ્ધ થાય, તે માટે જિલ્લા પંચાયત પશુપાલન શાખાએ તમામ પશુ સારવાર સંસ્થાને લક્ષ્યાંક ફાળવેલ છે. આથી, મોરબી જિલ્લાના તમામ પશુપાલકોને બેંકના ખાતાની પાસબુકની ઝેરોક્ષ નકલ લઇને નજીકની પશુ સારવાર સંસ્થા ખાતે જમા કરાવવા નાયબ પશુપાલન નિયામક જિલ્લાના પંચાયત મોરબીના ડો. ડી. એ. ભોરણીયાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text