મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ દ્વારા શ્રમ શિબિરનો પ્રારંભ

- text


મોરબી : મોરબીના સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ચાલતા NSS વિભાગ દ્વારા નવી પીપળી ગામે તા. 23થી 29 સુધી વાર્ષિક શ્રમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પના ઉદ્ઘાટનનો કાર્યક્રમ નવી પીપળી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના મંત્રી રાજનીકાંતભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, સોસાયટીના સભ્યો દેવાંગભાઈ દોશી, પીપળી ગામના સરપંચ પ્રવિણસિંહ ઝાલા, ગામના આગેવાન સંજયસિંહ ઝાલા, શાળાના પ્રિન્સિપાલ મહાદેવભાઈ રંગપરીયા, કે. ડી. પડસુમ્બીયા, જયેશ કાલરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો પ્રારંભ સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવેલ હતો. તેમજ પ્રિન્સિપાલ એલ. એમ. કંઝારિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવેલ હતું. NSSના સ્વયંસેવકો દ્વારા અતિથિઓનું પુષ્પગુચ્છ અને રૂમાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ અને શાળાના વિદ્યાર્થીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ પીપળી પ્રાથામિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય સાથેનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શુભેચ્છા સંદેશનું વાંચન પ્રો. ગીતાબેન ડાભી દ્વારા કરવામાં આવેલ હતુ.

આ કાર્યક્રમના અતિથિ વિશેષ ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ઉદ્બોધનમાં દૂરના ગ્રામીણ વિસ્તારમાં કેમ્પ કરવાનું સૂચન આપવા સાથે કોલેજ દ્વારા છેલ્લા 40 વર્ષથી યોજાતી શ્રમ શિબિરની નોંધ લીધેલ હતી. તેમજ કોલેજના કાર્યને બિરદાવ્યું હતું. અને કેમ્પમાં રક્તદાન કેમ્પ પણ થવા જોઈએ તેવો આગ્રહ સેવ્યો હતો. વધુમાં, ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ પણ કેમ્પને શુભેચ્છા પાઠવેલ હતી.

- text

કાર્યક્રમના અંતે પ્રોફેસર કે. આર. દંગી દ્વારા આભાર દર્શન વિધિ કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા વિધાર્થીઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમનું સફળ સંચાલન પ્રો. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ શિબિરમાં NSSના સ્વયં સેવકો દ્વારા શ્રમમૂલક, જ્ઞાનમૂલક, જાગૃતિમૂલક પ્રવૃતિઓ કરવાંમાં આવી રહી છે.

- text