મોરબીમાં નવકાર અનુષ્ઠાનનો પ્રારંભ

- text


મોરબી : મોરબીમાં જૈન ધર્મના પાંચમા તીર્થંકર સુમતિનાથજી જિનાલયના પરિસરમાં આવેલ ભુવનભાનુ રત્નત્રયી આરાધના ભવનમાં તા. 25થી 27 ફેબ્રુઆરી સુધી ભારતવર્ષના 415માં ભવ્ય નવકાર અનુષ્ઠાન રાખવામાં આવ્યા છે. જેમાં નવકાર પ્રભાવક જયદર્શન વિ.મ.સા.ની પાવન પ્રેરણાથી અનેક આરાધકો આજીવન હેતુ મહામંત્ર નવકાર આરાધનામાં જોડાયા છે.

- text

આ અનુષ્ઠાન સાથે ભારતભરમાં નવકાર સમર્પિત આરાધકોની સંખ્યા 28,000થી વધુ થઇ છે. ટૂંક સમયમાં 27 અબજથી વધુ 36 અબજ નવકાર જાપનો શુભારંભ થશે. હાલ મોરબીમાં માત્ર 20 દીવસમાં આરાધકોની સંખ્યા 135થી વધુ થવા પામી છે. તેમજ તમામ આરાધકો અઠવાડિયે એકવાર સામુહિક સામાયિક સાથે સામુહિક નવકાર જાપ ગણી શકે, તે માટે ચારેય શ્રીસંઘમાં વધુ માર્ગદર્શન માટે નવકાર જાપ સમિતિની પણ સ્થાપના થઇ છે.

- text