મોરબીની નિર્મલ વિદ્યાલયનો રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધામાં દબદબો

મોરબી : મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ સંશોધન, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધા ગાંધીનગર, GCERT ખાતે ગત તા. 23થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ હતી. જેમાં નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીની ગોહેલ પ્રાંજલ વિક્રમભાઈએ મોરબી જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરી શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 1000 રૂ.નું રોકડ ઇનામ તથા રાજ્ય કક્ષાનું પ્રમાણપત્ર અને શિલ્ડ મેળવેલ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા તેને ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ તકે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ શાહબુદ્દીન રાઠોડ તથા કૃષ્ણકાંત દવે સહિતના કવિઓ ઉપસ્થિત રહ્યા હતા.