મોરબીના અમરાપર ગામે ખેતરના કુવામાં અકસ્માતે ડૂબી જતાં યુવાનનું મોત

- text


મોરબીના અમરાપર ગામે ખેતરના કુવામાં અકસ્માતે ડૂબી જતાં યુવાનનું મોત

- text

મોરબી : મોરબીના અમરાપર ગામે ખેતરના કુવામાં અકસ્માતે ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના અમરાપર ગામે રહેતા ગરચર ચંદુભાઈ રાજાભાઈ (ઉ.વ.૩૫) નામના યુવાનનું આજે અમરાપર ગામે આવેલ ખેતરમાં કુવામાંથી પાણી ભરવા જતાં પગ લપસી જવાથી કુવામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું છે.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text