મોરબી : ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની ઈંગ્લેન્ડની સેંઇન્ટ એંથોનીસ ગર્લ્સ સ્કૂલે મુલાકાત લીધી

માઈકલ ફ્લોરેસ ગવર્નર, સેંઇન્ટ એંથોનીસ ગર્લ્સ સ્કૂલ, ઇંગ્લેન્ડ તથા ટીચર ટ્રેઈનરે ગ્રીન વેલી શાળાની મુલાકાત લઈ આ સ્કૂલના શિક્ષકગણને જરૂરી તાલિમ આપી

મોરબી : ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ મોરબીની ઈંગ્લેન્ડની સેંઇન્ટ એંથોનીસ ગર્લ્સ સ્કૂલે મુલાકાત લીધી હતી.જેમાં માઈકલ ફ્લોરેસ ગવર્નર, સેંઇન્ટ એંથોનીસ ગર્લ્સ સ્કૂલ, ઇંગ્લેન્ડ તથા ટીચર ટ્રેઈનરે ગ્રીન વેલી શાળાની મુલાકાત.લઈ આ સ્કૂલના શિક્ષકગણને જરૂરી તાલિમ આપી હતી.

આપણા બાળકોને વૈશ્વિક નાગરિક બનાવવા, સમગ્ર વિશ્વની બેસ્ટ લર્નિંગ ઇકો સિસ્ટમ માંથી શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ લાવવામાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરબી સતત અગ્રેસર હોય છે. ઇંગ્લેન્ડની નામાંકિત ફેરી હીલ સ્કૂલ, ડરહામનું એક ડેલીગેશન આવ્યાને હજુ મહિનો પણ પૂરો થયો નથી ત્યાંજ ફરી ગત તા.24 ફેબ્રુઆરી 2020 ના દિવસે શ્રીમાન માઈકલ ફ્લોરેસ ગવર્નર, સેંઇન્ટ એંથોનીસ ગર્લ્સ સ્કૂલ, ઇંગ્લેન્ડ તથા ટીચર ટ્રેઈનર, ગ્રીન વેલી શાળાની મુલાકાતે આવ્યા હતા. તેઓએ ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકગણને જરૂરી તાલિમ આપી હતી તથા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવતી અડચણોને દૂર કરવાના ઉપાયો બતાવ્યા હતા. શિક્ષકો તથા મેનેજમેન્ટ સાથે મિટિંગ અને તાલીમ કર્યા બાદ, શ્રીમાન માઈકલ ફ્લોરેસ ગ્રીન વેલી સ્કૂલના બાળકોને મળ્યા હતા

તથા તેમને સંબોધન કર્યું હતું. ખાસ કરીને દિકરીઓને સ્વ-વિકાસ માટે પ્રોત્સાહિત કરી હતી. તેમના 42 વર્ષના અનુભવનો નિચોડ તેમણે સ્કૂલમાં શેર કર્યો હતો તથા ગ્રીન વેલી સ્કૂલની મુલાકાત લઈ, અહીંની ટીચિંગ-લર્નિંગ પ્રણાલી વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેઓ ફરી નવેમ્બર મહિનામાં શાળાની લાંબી મુલાકાત લેશે તેવો વાયદો આપ્યો. અને તેમણે પારંપરિક ભારતીય મહેમાનગતિનો આનંદ માણ્યો હતો.