કોરોના ઇફેક્ટ : ગાંધીનગરમાં યોજાનાર મશીનરી એક્સપોમાં જવું કે નહિ? સિરામિક ઉદ્યોગપતિઓ અવઢવમાં!!

- text


ચીનના એક્ઝિબીટરો તો એક્ઝિબિશનમાં નહિ આવે પરંતુ ચીનના ભારતીય એજન્ટો આવશે : ઇટાલીમાં પણ કોરોનાનો પગપેસારો, ત્યાંથી પણ મુલાકાતીઓ આવશે

સિરામિક એસોસિએશન દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવે તેવો ઉદ્યોગકારોમા ગણગણાટ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગ માટે અતિ મહત્વનું ગણાતું એવું ગાંધીનગરનું મશીનરી એક્ઝિબિશન આગામી માર્ચ મહિનામાં યોજાનાર છે. કોરોના વાયરસના કહેર વચ્ચે યોજાનાર આ એક્ઝિબિશનમા જવું કે નહીં તે અંગે સિરામિક ઉદ્યોગકારો મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે આ મામલે સિરામિક એસોસિએશન એડવાઇઝરી જાહેર કરે તો થોડી સરળતા રહે તેવો ઉદ્યોગકારોમા ગણગણાટ શરૂ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ચાઇનામા હાહાકાર બોલાવનાર કોરોના વાયરસ આજે કેટલાય દેશોમા પહોચ્યો છે. સિરામીકના હબ એવા ઇટાલીમા પણ કેસો નોંધાયા છે. ત્યારે માર્ચમા ગાંધીનગર ખાતે યોજાનાર મશીનરી એક્ઝિબિશનમાં ચાઇનાના એક્ઝિબીટરોને આયોજક તરફથી આમંત્રીતતો નથી કરાયા પરંતુ આયોજકોએ યુરોપના એક્ઝિબીટર અને ચાઇનાના ભારતીય એજન્ટ સાથે એક્ઝિબિશન ચાલુ રાખવાનુ નકકી કરેલ છે. પણ હવે ઇટાલી પહોચનાર આ વાયરસથી જો એક્ઝિબિશન થાય તો ત્યાથી આવનાર વિઝિટરથી પણ આ વાયરસ પગપેસારો કરે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

- text

અમુક ઉદ્યોગકારો આ એક્ઝિબિશનને સ્થગિત રાખવું જોઈએ તેવી પણ માંગ ઉઠાવી રહ્યા છે. ઉપરાંત મોટાભાગના સિરામિક ઉદ્યોગકારો આ એક્ઝિબિશનમાં જવું કે નહી તે મુદ્દે અવઢવ ભરી સ્થિતિમાં છે. માટે એસોસિએશન એડવાઇઝરી જાહેર કરે અને આયોજકને પણ એક્ઝિબિશન સ્થગીત કરવા માટે જાણ કરે તેવુ ઉદ્યોગકારો ઇચ્છી રહ્યા છે.

- text