મોરબીના કાલિકા પ્લોટમાં જૂની અદાવત મામલે ફાયરીગ : યુવાન ઘવાયો

- text


યુવાનને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ગતરાત્રે અંગત અદાવત મામલે ફાયરિંગ થયાનું બહાર આવ્યું છે. જેમાં બે શખ્સોએ ફાયરિંગ કરતા એક યુવાનને ગોળી વાગતા તે ઘવાયો હતો. આ યુવાનને ઇજા થતાં તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

- text

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટમાં ગત મોડી રાત્રે જૂની અદાવત મામલે ફાયરીગ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં બે શખ્સોએ જૂની અદાવત મામલે ફાયરીગ કરતા કાલિકા પ્લોટમાં રહેતા રહિંમ વલીંમામદ જારવાણી નામના યુવાનને ગોળી વાગતા ગંભીર ઇજા પહોંચી હતી.બાદમાં યુવાનને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હાઇસ્કુલમાં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પી.આઇ. ચૌધરી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આ બનાવની સઘન તપાસ હાથ ધરી હતી અને આ બનાવની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text