મોરબી : કલા મહાકુંભમાં નિર્મલ વિદ્યાલયનો ઝળહળાટ

મોરબી : મધ્ય ગુજરાત ઝોન (પ્રદેશ કક્ષા) કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓ ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ બોટાદ અને ખેડા મુકામે યોજાઈ હતી. જેના અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધામાં 6 થી 14 વર્ષના વયજૂથમાં ત્રિવેદી વિસ્મય રવિન્દ્રભાઈ એ પ્રથમ ક્રમાંક તથા ચિત્રકલા સ્પર્ધામાં 6 થી 14 વર્ષના વયજૂથમાં ભાલોડીયા હર્ષિલ મનીષભાઈ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કરેલ છે. જે બદલ તેઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.