નર્મદા જિલ્લાની ઊંડવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હળવદ એપીએમસી ની મુલાકાત લીધી

- text


તમામ વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફ ને ટીકર ગામના સરપંચ વિજયભાઈ પટેલ દ્વારા જમવાની વ્યવસ્થા કરી આપી હતી

હળવદ: ખાસ કરીને ઝાલાવાડ તેમજ મચ્છુકાંઠા માં આગવી હરોળમાં ગણાતા હળવદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ ક્ષેત્રના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અહીં થતી કામગીરી થી વાકેફ થવા મુલાકાત લેતા હોય છે ત્યારે આજે નર્મદા જિલ્લાની ઊંડવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ હળવદ માર્કેટ યાર્ડ ની મુલાકાત લઇ વિશેષ માહિતી મેળવી હતી તો સાથોસાથ મોડી સાંજ નો સમય થતાં ટિકર ગામ ના સરપંચ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અને શાળાના સ્ટાફ ને વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા કરી આપી હતી

નર્મદા જિલ્લાની ઉંડવા પ્રાથમિક શાળાના ૯૫ જેટલા વિદ્યાર્થીઓને શાળા ના શિક્ષકો દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ ના પ્રવાસે લઇ આવ્યા હતા જેમાં કચ્છથી નીકળતા સમયે હળવદ માર્કેટિંગ યાર્ડમાં રોકાયા હતા અને યાર્ડની મુલાકાત લઇ અહીં થતી કામગીરીથી વાકેફ થયા હતા તેમજ ખેડૂત કેન્ટીન એગ્રો મોલ વિશાળ શેડની વ્યવસ્થા તથા બજાર ચોગાનની સ્વચ્છતાથી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રભાવિત થયા હતા

- text

આ તકે હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલ, હિતેશભાઈ લોરીયા,રમેશભાઈ ફુલ્તરીયા,દસરથ ભાઈ પટેલ સહિતના હાજર રહ્યા હતા

તેમજ દરેક વિધ્યાર્થી ઓને વિના મુલ્યે ટીકર ગામના સરપંચ વિજયભાઈ પટેલ,સુરેસભાઈ પટેલ, અસોકભાઈ પટેલ,કીસોરભાઈ પટેલ અને હાર્દિકભાઈ પટેલ એ જમવાની વ્યવસ્થા કરી આપી હતી

 

- text