ટંકારામાં લેઉવા પટેલ સમાજે ધડીયા લગ્નની પહેલ આવકારી : પ્રથમ ધડીયા લગ્ન યોજાયા

- text


ઘડિયા લગ્નમાં જોડાનાર નવ વરવધુને અગ્રણીઓ મંગલમય દાંમ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી

ટંકારા : ટંકારાના લેઉવા સમજે પટેલ પણ ધડીયા લગ્નની રસમને આવકારી પ્રથમ ધડીયા લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં સમાજના એક યુગલ યોજાયા હતા.જેમાં સમાજના આગેવાનોએ ઘડિયા લગ્નમાં જોડાનાર નવ વરવધુને મંગલમય દાંમ્પત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી.

સમાજને ખર્ચાળ અને લંબાણ યુક્ત લગ્નમાથી મુક્ત થઈ ટુકા સમયમા ઓછા ખર્ચે જાજરમાન ઘડિયા લગ્નરૂપી કેડી પર અનેક સમાજે પથ માડયો છે.જેમા આજે ટંકારા લેઉવા પાટીદાર સમાજનો પ્રથમ ધડીયા લગ્નોત્સવ સાવડી ગામે ગોવિંદ મકનભાઈ ભાઈ ઢેઢીના સુપુત્ર રાજેશના લગ્ન હરીપર નિવાસી ડાયાભાઈ નાનજીભાઈ મુંજાતની સુપુત્રી નયના સાથે યોજાયા હતું.આ નવ દંપતીએ ઘડીયા લગ્નમાં જોડાઈને પ્રભુતામાં પગલાં પાડયા હતા. સમાજ અગ્રણી અને મોભીની હાજરીમા આ ઘડિયા લગ્ન પ્રસંગ ઉજવાયો હતો.

આ તકે ઉપસ્થિત રહેનાર શ્રી સરદાર લેવા પાટીદાર સમાજના મંત્રી શ્રી લવજીભાઈ ઢૅઢી સહમંત્રી અને ભાજપના પ્રથમ હરોળના નેતા સંજયભાઈ ભાગીયા ટ્રસ્ટી શ્રી હસુભાઈ દુબરીયા. મીઠાભાઇ ગૉસરા તથા સમાજના પ્રતિષ્ઠિત જીતેન્દ્રભાઈ ગૉસરા. હસુભાઈ દુબરીયા.પરસોત્તમભાઈ દેવડા. રાજેશભાઈ મુછાળા. પરસોત્તમભાઈ ઢૅઢી સહિતના સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આજના યુગમાં વધતી જતી મોંઘવારી ખોટા ખર્ચા વગેરે ધ્યાનમાં લઈ શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ ને માન આપી ઘડિયા લગ્ન કરવા બદલ સમાજ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text