મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા ગ્રીનચોક વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

- text


સ્વચ્છતા અભિયાનની ટીમે ગ્રીનચોક આસપાસના વિસ્તારની કરી સઘન સફાઈ

મોરબી : મારુ મોરબી સ્વચ્છ મોરબીના સૂત્રને સાર્થક કરવાના હેતુંસર મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ચાલતું સફાઈ અભિયાન ઉમદા રીતે તેના મિશન પર આગળ ધપી રહ્યું છે.મોરબીવાસીઓ સફાઈ કરવામાં પોતાના કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકેનું ઉત્તર દાયિત્વ નિભાવે તે માટે આજે સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા ગ્રીનચોક પાસે 43 મુ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા અભિયાનની ટીમે ગ્રીનચોક આસપાસના વિસ્તારની સઘન સફાઈ કરી હતી.

મોરબીને ફરી પેરિષની ઉપમા અપાવવા માટે અને મોરબીવાસીઓ જાહેર મિલકતની સફાઈ મામલે જાગૃત બને તેવા હેતુસર તબીબો,ઉધોગકારો,પ્રબુદ્ધ નગરિકો સહિતની સ્વચ્છતા અભિયાનની ટીમે મોરબીની સ્વચ્છ બનાવવાનું છેલ્લા ઘણા સમયથી બીડું ઉઠાવ્યું છે.ખાસ કરીને લોકો જાતે જ પોતાની શેરી વિસ્તારની સફાઈ કરે એ માટે આ ટીમ ખુદ ત્યાં જઈને જરાય સંકોચ રાખ્યા વગર દર રવિવારે શહેરના કોઈને કોઈ વિસ્તારમાં સઘન સફાઈ અભિયાન ચલાવે છે એ રીતે મોરબીમાં સફાઈ અભિયાનને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે અને સ્વચ્છતા અભિયાનની ટીમમાં અવિરતપણે નવા નવા સભ્યો ઉમેરાતા હવે આ ટીમ સશક્ત બની રહી છે.ત્યારે આજે રવિવારે મોરબીના હાર્દ સમાં નગર દરવાજાના ચોક અંદર આવેલા ગ્રીનચોક વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન દ્વારા સફાઈ અભિયામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમના દરેક સભ્યોએ જાતે જ પાવડા તગરા અને સાવરણા ઉઠાવીને ગ્રીનચોકની મેઈન બજારને સ્વચ્છ કરવા શ્રમયજ્ઞ હાથ ધર્યો હતો અને ગ્રીનચોકને મેઈન બજારને ચોખ્ખીચણાક કરી નાખી હતી.તેમજ આસપાસના લોકોને નિયમિત રીતે સફાઈ કરવાનો સંદેશ આપ્યો હતો અને મોરબીના સ્વચ્છ બનાવવાના અભિયાનમાં જોડાવવાનું આહવાન કરાયું હતું.

- text

- text