હળવદનો ૫૩૨મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો

- text


રાજકોટ, મુળી, વાકાનેર, વઢવાણ, દસાડાના રાજવીઓ રહ્યા હાજર

હળવદ : હળવદનો પાયો રાજા રાજોધરજીએ ઇ.સ ૧૪૮૮માં મહા વદ તેરસ એટલે કે શિવરાત્રીના પાવન પવિત્ર દિવસે નાખ્યો હતો. ત્યારે ગઈકાલે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે હળવદના ૫૩૨માં સ્થાપના દિન નિમિત્તે હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત દ્વારા વિવિધ કાર્યક્રમોનું દરબાર ગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં શક્તિ માતાજીના મંદિરે પૂજા અર્ચન ત્યારબાદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચન મહાશિવરાત્રીએ હળવદના ૫૩૨ સ્થાપના દિનની ઉજવણી ૪૭માં ઝલ્લેશ્રવર મહારાજા શ્રીરાજ જયસિંહજી મેધરાજજીના શુભ આશિષ અને મહારાજ શ્રી સિદ્ધરાજસિંહજી તથા રાણી સાહેબ ઓફ હળવદ-ધ્રાંગધ્રાના હસ્તે પુજન અર્ચન તથા મહાઆરતીનું દિવ્ય- ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ દ્વારા હળવદ સ્થાપના દિન ઉજવણી નિમિત્તે હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ દ્વારા અશ્વો સાથે તેમજ ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે યાત્રાનુંઆયોજન કરવામાં આવ્યું હતું. હળવદ દરબારગઢ ખાતે પ્રાસંગિક ઉદબોધન ત્યારબાદ સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ તકે મહારાજ કુમાર સિધ્ધરાજ સિંહજી, મહારાણી દેવી સાહેબા, નામદાર ઠાકોર માંધાતા સિંહજી, મહારાણી કાદમ્બરી દેવી, યુવરાજ સિદ્ધાર્થ સિંહજી, યુવરાજ કેસરીસિંહજી, યુવરાણી યોગીની દેવી, ઠાકોર જીતેન્દ્રસિંહજી, યુવરાજ રણજીતસિંહજી, દરબાર જહાંગીરખાનજી સહિતના રાજવીઓ હળવદના સ્થાપના દિવસ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે હળવદ ધારાસભ્ય, હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના પ્રમુખ, શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, યુવાનો તેમજ મહિલાઓ સહીત અનેક લોકો હાજર રહ્યા હતા.

- text