ટંકારાની ડેમી નદી પાસે રૂ. 1 કરોડની વિકાસ ગ્રાન્ટમાંથી રીવરફ્રન્ટ બનાવવાની વિચારણા

- text


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કર્યું નિરીક્ષણ : રીવરફ્રન્ટ બનાવવા સરકારનું હકારાત્મક વલણ

ટંકારા : ટંકારાની ડેમી નદી પાસે રૂ.1 કરોડની વિકાસ ગ્રાન્ટમાંથી રીવરફ્રન્ટ બનાવવાની વિચારણા ચાલી રહી છે. જો કે આ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. ટૂંક સમયમાં આ રીવરફ્રન્ટની સતાવાર જાહેરાત થાય તો નવાઈ નહિ.

ટંકારામાં બૌધોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂકુલની લગોલગ આવેલ ડેમી નદી પર સુંદર રીવરફ્રન્ટ બને તેવી નગરજનોની વાત રીતસરની વાચી લિધી હોય તેમ ધારાસભ્ય લલિત કગથરાએ નદી કિનારે જ્ઞાન મંદિર આવેલ હોય સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જે વિકાસ માટે ફાળવેલ એક કરોડ રૂપિયા આ કામમા વાપરી તાલુકાની પ્રજા તથા ઋષિ ભુમીએ પધારતા આર્યસમાજીને ટહેલવા માટેનું સ્થળ તથા નાના મોટા રોજગાર મળે એવુ આયોજન કરવા ધારાસભ્ય કગથરાએ મુખ્યમંત્રી સાથે વાતચિત કરી હતી સાથે બસ સ્ટેન્ડ માટે તાત્કાલિક ગાંન્ટ મળે એ માટે જણાવ્યું હતું જેનો મુખ્યમંત્રી એ પોઝીટીવ જવાબ આપ્યો હોય જો આ અમલવારી થશે તો આવનાર સમયમા ટંકારા શહેરની શાનો શકલ કઈ જુદીજ હશે.

- text

કારણ કે નદી કિનારે વિકાસ કરવામા આવે તો નાના મોટા ધંધા અને ખાસ કરીને પરીવાર સાથે ફરી શકે એવુ સુંદર રળિયામણું સ્થાન આ ડેમી નદી બનશે સાથે બે દાયકાની બસ સ્ટેન્ડની માંગણીને પણ ન્યાય મળશે જેથી પ્રજાની સુખાકારી મા વધારો થશે.

- text