હળવદમાં સાત માસના નિંદ્રાધિન બાળકને કુતરૂ ઢસળી ગયું!!

- text


શહેરમાં આવેલ શર્મા ફળીમાં વિસ્તારમાં શ્રમજીવી પરિવાર મકાનની છત ભરી રહ્યા હતા ત્યારે અચાનક કુતરુ બાળકને લઈ નાશી ગયું : મહામહેનતે બાળકને કુતરાના મોંમાથી બચાવાયુ

હળવદ :હળવદ શહેરમા છેલ્લા કેટલાક સમયથી શેરી-ગલીના કુતરાઓનો ત્રાસ વધતો જતો હોવાનુ પ્રકાશમા આવેલ છે કોઈ વાહન પાછળ ભસતા-દોડતા કુતરાની માનસિકતા સહજ સમજવામા આવે છે. પરંતુ,શહેરના અમુક વિસ્તારમા રસ્તે ચાલતા જતા લોકોને કરડવા ઝાવા મારતા કુતરાઓના કિસ્સાઓમા નોંધપાત્ર વધારો થતો જોવા મળેલ છે ત્યારે થોડા સમય પહેલાં શહેરના કુંભાર પરા વિસ્તારમાં એકી સાથે કુતરા અનેક લોકોને બચકા ભર્યા હતા જે ઘટના હજુ તાજી છે ત્યારે શહેરના શર્માફળી વિસ્તારમા શ્રમજીવીના સાત માસના બાળકને એક કુતરું ખેંચી જતા નગરજનોમા અરેરાટી સાથે ફફડાટ વ્યાપી ગયેલ છે

આ દુઃખદ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર શહેરના શર્માફળી વિસ્તારમા એક મકાનની છતની સ્લેબ ભરતા શ્રમજીવીઓ માહેંના એક શ્રમજીવી એ તેના બાળકને કામની જગ્યા એથી લગભગ દશેક ફુટ દુર જમીન પર સુવાડી પોતાનુ કામ કરી રહ્યા હતા એવામા એક કુતરું અચાનક આવી સુતેલા સાત માસના બાળકની જાંઘ પોતાના જડબામા દબાવી લગભગ પંદેરેક ફુટ જેટલુ ઘસડી લઈ જતા અન્યો એ જોતા દોડી બાળકને શ્વાનના મોંઢામાથી છોડાવી તો લીધેલ પરંતુ જાંઘના ભાગમા બાળક સારું એવુ ઈજાગ્રસ્ત થતા બાળકને દવાખાને ખસેડાયલ હતુ,જયા પ્રાથમિક સારવાર બાદ ડોકટરે બાળક ભયગ્રસ્ત ન હોવાનુ જણાવેલ હતુ.

- text

પરંતુ આ સમગ્ર ધટના શહેરમા વાયુ વેગે પ્રસરી જતા ભયનો માહોલ સજરયેલ છે અને આવા રખડતા શ્વાનોને પકડી પાડવા તંત્ર તાત્કાલિક પગલા લ્યે તેવી શહેરીજનો માં માંગ ઉઠવા પામી છે.

- text