અમરાપરમાં મોમીનશાહ બાવા અને પીર લંગડીશા બાવાનો ઉર્ષ ધામધૂમથી ઉજવાયો

- text


ટંકારા : અમરાપર ગામના પાદરમા આવેલ પીર મોમીનશાહ બાવા અને પીર લંગડીસા બાવાનો 40મો ઉર્ષ મુબારક ગઈકાલે તા. 21 ફેબુઆરીને શુક્રવારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. છેલ્લા 40 વર્ષ થયા, આ ઉર્ષ સમસ્ત અમરાપર ગામ લોકો સાથે મળીને ઉજવવામાં આવે છે. જેના અંતર્ગત દરગાહ શરીફ અને રોડ-રસ્તા સાથે નગર રોશનીને ડેકોરેશનથી શણગારવામાં આવ્યા હતા. આ ઉર્ષમાં વાંકાનેર અને ટંકારા તાલુકાનાં મોમીન સમાજ હજારોની સંખ્યામા અહી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અમરાપર ગામના લોકોએ કોમી એકતા દાખવી આ ઉર્ષને ધામધૂમથી ઉજવ્યો હતો.

- text