મોરબી: માતા-પુત્રના આપઘાત બાદ કૌટુંબિક જેઠનું પણ હાર્ટ એટેકથી મોત, એકસાથે ત્રણ અર્થી ઉઠતા અરેરાટી

- text


નાનું એવું ઘુનડા ગામ શોકમગ્ન બન્યું

મોરબી : મોરબી પંથકમાં આપઘાતના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે છેલ્લા દિવસોમાં એક બાદ એક આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં નવ વર્ષના માસૂમ પુત્રની સાથે માતાએ મચ્છુ ૨ માં મોતની છલાંગ લગાવી આયખું ટૂંકાવ્યું હતું. જો કે આ સાથે જ તેના કૌટુંબિક જેઠને પણ હાર્ટએટેકે આવતા એક જ પરિવારમાં એક જ દિવસે ત્રણ- ત્રણ અર્થીઓ ઉઠતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મચ્છુ ૨ ડેમમાં એક મહીલા અને બાળકનો મૃતદેહ તરતા મળી આવ્યાની જાણ થતા નજીકના ગ્રામજનો દ્વારા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલા ગીતાબેન કનૈયાલાલ જીવાણી (ઉ.વ.૩૨) અને યશ જીવાણી (ઉ.વ.૦૯) એમ માતા પુત્રના ડૂબી જવાથી મોત થયા છે પ્રાથમિક તપાસમાં માતાપુત્રએ આપઘાત કર્યાનું જાણવા મળ્યું છે જોકે માતા અને પુત્રે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ થયું નથી મૃતક માતાપુત્ર મોરબીના રહેવાસી હોવાનું તેમજ મૃતક મહિલાનો લગ્નગાળો ૧૧ વર્ષ હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text

જો કે આ મહિલાનો પરિવાર મૂળ ઘુનડાનો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટના બાદ ઘુનડા ગામે રહેતા મૃતક મહિલાના કૌટુંબિક  જેઠ મુકેશભાઈ જીવાણીને હાર્ટએટેક આવતા તેમનું પણ મોત નીપજ્યું હતું. બાદમાં નાના એવા ગામમાં એક સાથે ત્રણ- ત્રણ અર્થીઓ ઉઠતા સમગ્ર ગામ શોકમગ્ન બન્યું હતું.

- text