મોરબી : સહકારી અગ્રણી સ્વ. નટુભાઈ પટેલને ભાવાંજલી અર્પતા ધારાસભ્ય મેરજા

- text


મોરબી : ગુજરાતના સહકારી ક્ષેત્રના નામાંકિત આગેવાન નટુભાઈ પટેલના દેહાંત અન્વયે સદ્દગતને ભાવવિભોર અંજલિ અર્પતા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે નટુભાઈએ મહેસાણા જિલ્લાની પ્રાથમિક સહકારી મંડળીથી માંડીને મહેસાણા જિલ્લા સહકારી બેન્ક, રાજ્ય કો-ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન તેમજ રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓ જેવી કે નાફેડ, કૃભકો અને ઇફકો જેવી નામાંકિત સંસ્થાઓનું સુકાની પદ સફળતાપૂર્વક વહન કર્યું હતું. તેમનું 50 વર્ષનું જાહેર જીવન ખેડૂત અને સહકારી વિષયક પ્રવૃત્તિઓમાં વિતાવ્યું હતું. સહકારી પ્રવૃત્તિઓ તેના સભાસદો અને ખેડૂતોને વધુ ને વધુ ઉપકારક બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા.

- text

વધુમાં, બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે આવા એક સંઘર્ષશીલ સહકારી નેતાના અવસાનથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સહકારી પ્રવૃત્તિને ભારે ખોટ પડી હતી. સ્વ. નટુભાઈ સાથે મારે વર્ષો સુધી અંગત સંબંધ રહ્યા હતા. તેમના નિધનથી મેં એક સહકારી વડીલ ગુમાવ્યાની વ્યથા અનુભવી છે. તેમના પરિવારને અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતોને આ ખોટ ખુબ સાલશે, તેમ જણાવી તેઓએ હમદર્દી દાખવી છે.

- text