MDH મસાલાના માલિક ધર્મપાલજી દ્વારા ટંકારા ખાતે સ્વામી દયાનંદજીના જનમઘરને વિકસાવવા રૂ. 2 કરોડની સહાયની જાહેરાત

- text


દયાનંદ સરસ્વતીના જનમઘરને વિકસાવવા રૂ. 11 લાખના અનુદાનની રાજ્યપાલ દ્વારા જાહેરાત

ટંકારા : મહષિઁ દયાનંદની પાવન જન્મભૂમિ ટંકારા ખાતે આયઁ સમાજ સંસ્થા દ્વારા યોજાયેલ ત્રિદિવસીય ૠષિ બોધોત્સવમા રાજયપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ટંકારાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવાની ઘોષણા કરતા ઉપસ્થિત હજારો આયઁ સમાજના લોકોમા ખુશીની લહેર પસરી ગઈ હતી. તેમજ મુખ્યમંત્રીએ ૠષિ દયાનંદ સરસ્વતીના વૈદિક વિચારોને વિશ્ર્વ સ્તરે પસરાવવા માટે દયાનંદ આયઁ વૈદિક વિધાલય ટંકારા-રાજકોટ વચ્ચે સ્થાપવા માટે સરકાર દ્વારા જમીન ફાળવવાની સંસ્થાની ઈચ્છા પૂણઁ કરી હતી. આ તકે આયઁ સમાજના હામી વિખ્યાત MDH મસાલાના વયોવૃધ્ધ માલિકે ૠષિ જન્મસ્થળ વિકસાવવા બે કરોડના સખાવતની જાહેરાત કરતા આગામી સમયમા ટંકારા ખાતે આવેલ સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મઘર જોવાલાયક સ્થળો પૈકીનું એક બનશે, જે ટંકારાવાસીઓ માટે ગૌરવ સમાન છે.

દયાનંદ નગરી ટંકારા ખાતે આયઁસમાજ દ્વારા યોજાયેલ ત્રિદિવસીય ૠષિ બોધોત્સવમા મહા શિવરાત્રીએ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આયઁ સમાજના વિચારોને સંપૂણઁ વરેલા વૈદિક ધમઁના હિમાયતી દેશના પ્રસિદ્ધ MDH મસાલાના ૯૭ વષિઁય વયોવૃધ્ધ માલિક ધમઁપાલજીઍ ૠષિ દયાનંદના હાલના જન્મઘરને નમૂનેદાર બનાવી વિકસાવવા રૂ. બે કરોડની સખાવતની સ્થળ પર જાહેરાત કરી હતી. ધમઁપાલજીની દયાનંદ પ્રત્યેની લાગણીથી પ્રભાવિત થઈ રાજયપાલે પણ ૧૧ લાખ આપવાની જાહેરાત કરી દયાનંદના જન્મ વખતે જેવુ દેશી ઘર હોય તેવુ બનાવી યાત્રાળુઓને તે સમયના જન્મસ્થળની અનુભૂતિ થાય તેવી થીમ બનાવવા ટ્રસ્ટીઓને સૂચવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ અવસરે રાજપાલ અને મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરી હતી. બંને મહાનુભાવો દયાનંદ સ્મારક ભવનમા પધારતા તેઓનું વૈદિક પરંપરા મુજબ સન્માન કરાયુ હતુ. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઍ મહષિઁ દયાનંદની પવિત્ર જન્મભૂમિ ટંકારાને ભવ્ય યાત્રાધામ તરીકે વિકસાવી રાજય સરકારના ખચૅઁ નમુનેદાર યાત્રાનુ સ્થળ (ધામ) બનાવવાની ઘોષણા કરી હતી. તેમજ દયાનંદજીના વેદ તરફ પાછા વળોના સંદેશને ખરા અથઁમા ઉજાગર કરવા શિક્ષણની સાથે સંસ્કારોનુ સિંચન કરી ટંકારાથી મહષિઁ દયાનંદના વિચારોને વિશ્ર્વ સ્તરે વિકસાવવા DAV સ્કુલ (દયાનંદ આયઁ વૈદિક વિધાલય) સ્થાપવા રાજય સરકાર દ્વારા જમીન ફાળવવા જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીની દયાનંદ ભૂમિને બે ભેટની જાહેરાતથી દેશભરના જુદા-જુદા પ્રાંતોમાથી પધારેલા હજારો આયઁ વિચારકો ઉપરાંત સ્થાનિકોમા ખુશીની લહેર છવાયી ગઈ હતી.

- text

આ તકે મુખ્યમંત્રી રૂપાણીઍ ગુજરાત રોલ મોડલ હોવાના મૂળમા ગુજરાતની ધરામા જન્મેલા દયાનંદ જેવા સામાજીક ક્રાંતિકારી સંત મહષિઁ જેવા વિરલ વિભૂતિના સંસ્કારો, સામાજીક ઉત્થાનના વિચારોની દેન ગણાવી હતી. અને આઝાદ ભારત માટે દયાનંદના વિચારોથી પ્રભાવિત થઈ રામપ્રસાદ, મદનલાલ, બિસ્મિલાખા સહિતના અનેક ક્રાંતિકારીઓ આયઁસમાજ થકી મળ્યા હોવાનુ કહી ૠષિના જન્મથી લઈ પ્રાથમિક શિક્ષણ અને ત્યારબાદના સંઘષઁ, સામાજીક કુરિવાજો સામે બંડ પોકારી મહાન કાર્યો થકી મહષિઁ સુધીની જીવન ઝરમર અને આયઁ સમાજની સૌ પ્રથમ મુંબઈમા ૧૮૭૫મા સ્થાપના સહિતની પ્રસંશા કરી હતી.

વધુમાં, આ અવસરે રાજયપાલ આચાયઁ દેવવ્રતે તેઓના પિતા આયઁ સમાજી હોવાથી આયઁ વિચારો વારસામા મળ્યાનુ જણાવી પોતે દયાનંદને ગુરૂ તરીકે માનતા હોય તેમજ સંપૂણઁપણે આયઁ વિચારધારાને વરી વૈદિક ધમઁથી ચાલી ગુજરાતમા રાજયપાલ તરીકે નિયુકત થયા ત્યારથી રાજભવનમા દૈનિકયજ્ઞ કયાઁ બાદ દિનચયાઁ શરૂ કરતા હોવાનુ જણાવ્યું હતું. તેમજ પોતાના ગુરૂ ૠષિ દયાનંદની જન્મભૂમિમા મુખ્યમંત્રીને આગ્રહ કરી લાવ્યાનુ કહ્યું હતું. વધુમાં, તેઓએ DAV સ્કૂલની જાહેરાત કરતા જણાવ્યું હતું કે દિલ્હીમા દયાનંદના વૈદિક વિચારોનો પ્રસાર કરતી ડીઍવી વિધાલય હાલ ધમધમે છે, તેવી વિધાલય ટંકારામા ચાલુ કરવાની ઈચ્છા મુખ્યમંત્રી સમક્ષ વ્યકત કરતા સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીએ તેઓની લાગણી સમજી સ્વિકાયાઁનુ મંચ પરથી કહી પોતે આયઁ સમાજના સંપૂણઁ વિચારોની તરફેણમા હોવાનુ સ્પષ્ટ કયુઁ હતુ.

આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લલિત કગથરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સવારે આયઁ સમાજના વિચારકો, વૈદિક ધમઁની આહલેક જગાવતી શોભાયાત્રા શહેરના રાજમાગઁ ઉપર ભ્રમણ કરી પ્રાચીન કુબેરનાથ શિવમંદિરે પહોંચી દયાનંદ સ્મારક ભવન ખાતે પૂણઁ થઈ હતી.

- text