હજ્જારો કિમિનો પ્રવાસ ખેડી શહીદ પરિવારોને રૂ.58 લાખની સહાય પહોંચાડનાર અજય લોરીયાનું સન્માન

- text


વાઘપર ગામે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન યુવા ઉદ્યોગપતિની સેવાને બિરદાવતા કેબિનેટ મંત્રી તમામ લોકોએ કરી સરાહના : શહીદોના પરિવારને વધુ રૂ. 4.51 લાખ અર્પણ કરાશે

મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ અજય લોરીયાએ હજ્જારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પુલવામાંના શહીદોના પરિવારોને રૂ.58 લાખની સહાય હાથોહાથ અર્પણ કરી છે. તેઓની આ સેવા બદલ આજે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તેમનું સન્માન કર્યું હતું. સાથોસાથ તેઓની આ દેશસેવાની સરાહના પણ કરી હતી.

મૂળ વાઘપર- પીલુડી ગામના અને મોરબીને પોતાની કર્મભૂમિ બનાવીને યુવા વયે જ ઉદ્યોગ ક્ષેત્રે કાઠું કાઢનાર અજય લોરીયાનું નામ સમગ્ર મોરબી જિલ્લામાં જાણીતું બન્યું છે. તેઓ એક ઉદ્યોગપતિ તરીકે નહિ પરંતુ દેશપ્રેમી તરીકે આજે સૌ કોઈના લોકપ્રિય બન્યા છે. થોડા સમય પૂર્વે પુલવામાં ખાતે જવાનો શહીદ થયાની હદયદ્રાવક ઘટના બની હતી. આ ઘટના બાદ શહીદ થયેલા જવાનોના પરિવારને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓનીની મદદ અર્થે મોરબીમાં ઠેક ઠેકાણે ફંડ એકત્ર કરવાનું કામ શરૂ થયું હતું.

મોરબીના દાતાઓએ ઉદાર દિલે સહાય અર્પણ કરીને મોટો ફાળો એકત્ર કર્યો હતો. ત્યારે મોરબીના અજયભાઈ લોરીયાએ પણ માતબાર રકમની સહાય આપવાની સાથે ફાળો શહીદોના પરિવાર સુધી પહોંચાડવાની જવાબદારી ઉઠાવી હતી. જે મુજબ તેઓએ અનેક રાજ્યના ખૂણે ખૂણા ફરીને શહીદોના પરિવારોને ત્યાં જઈને તેઓને સાંત્વના પાઠવીને હાથોહાથ સહાય અર્પણ કરી હતી. તેઓએ અત્યાર સુધીના અંદાજે એકાદ લાખ કિલોમીટરનો પ્રવાસ ખેડીને શહીદ પરિવારોને રૂ. 58 લાખનો ફાળો અર્પણ કર્યો છે. તેઓની આ કામગીરી બદલ વાઘપર ગામે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ઉદ્ઘાટન સમારોહ વેળાએ કેબિનેટટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ તેઓને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા.

- text

આ વેળાએ ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા અને ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રૂ. 4.51 લાખની સહાય શહીદોના પરિવારજનો માટે અજયભાઈ લોરીયાને અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની સાથે સાંસદ મોહનભાઇ કુંડરિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા બેંકના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text