મોરબીના બંધુનગરમાં મજુર દંપતી દાઝી જતા રાજકોટમાં સારવાર હેઠળ

- text


મોરબી : મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલા ઇટાલિક સિરામિકમાં મજૂરી કામ કરતા ખુશ્બુબેન ગવરીલાલ (ઉ.વ. 19) તથા ગવરીલાલ મસુરિયાભાઈ (ઉ.વ. 21) ગઈકાલે રાત્રીના સમયે રસોઈ બનાવતી વખતે દાઝી ગયા હતા. બાદમાં તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી પરંતુ હાલત ગંભીર જણાતા તેઓને રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text