મોરબી સબ જેલમાં ટીબી નિદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા ક્ષય કેન્દ્ર અને ટીબી યુનિટ – સિવીલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મોરબીની સબ જેલ ખાતે ટીબી નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં 230 કેદીઓનું ચેકઅપ (સ્કેનિંગ કરી) 25 કેદીઓને ટીબી શંકાસ્પદ લાગતા ગળફાના સેમ્પલ લેવામાં આવેલ હતા. આ કેમ્પમાં મોરબી સિવીલ હોસ્પિટલના ડો. કાજલબેન ડાકા, ડો. ચિરાગભાઈ શાક્ય, ડો. આર. કે. સિંધ, નિખીલ ગોસાઇ ટીબી સુપરવાઈઝર, કલ્પેશભાઈ પાટડીયા ટીબી સુપરવાઈઝર, મુકેશભાઈ મેવા -ફાર્માસિસ્ટ, હસીનાબેન લાડકા (સામાજીક કાર્યકર) તથા જેલ જેલર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી.

- text