ટંકારામાં સી.એમ.ના આગમન પૂર્વે જ તસ્કરોનો તરખાટ : દુકાનોમાં હાથફેરો

- text


તસ્કરોએ નાના ખીજડિયા અને રામપર ગામે દુકાનો તોડી ખાદ્યચીજોની ચોરી કરી : શાળામાં પણ ચોરીનો પ્રયાસ

ટંકારા : ટંકારામાં સી.એમ.ના આગમન પૂર્વ જ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં તસ્કરોએ નાના ખીજડિયા અને રામપર ગામે દુકાનો તોડી ખાદ્યચીજોની તેમજ સી.એન.જી. રિક્ષાના સ્પેર પાર્ટ્સની ચોરી કરીને શાળામાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે ટંકારામાં સી.એમ.ના આગમનને લઇને લોખંડી બંદોબસ્ત છે. આમ છતાં પણ તસ્કરોએ હાથફેરો કરવામાં પાછીપાની કરી ન હતી.

ટંકારામાં સ્વામી દયાનંદ સરસ્વતીના બોધોત્સવ નિમિતે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપવા આવવાના હોવાથી ટંકારામાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પોલીસે ગઈકાલથી ટંકારામાં ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો હતો. ત્યારે સી.એમ.ના આગમન પૂર્વ પોલીસની સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ ગતરાત્રે તરકરોએ તરખાટ મચાવ્યો હતો.

- text

જેમાં તસ્કરો ગતરાત્રે ટંકારાના નાના ખીજડિયા ગામ અને બાજુના રામપર ગામે ત્રાટકયા હતા અને દુકાનોના તાળા તોડી ખાદ્યવસ્તુઓની તેમજ સીએનજી રીક્ષાના સ્પેર પાર્ટ્સની ચોરી કરી ગયાં હતાં. તેમજ શાળામાં ચોરીનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે એક બાઇકની રામપરથી ઉઠાંતરી કરીને વોકળામાં ફેંકી દીધું હતું. ત્યારે સીએમના આગમન પૂર્વ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ તસ્કરોએ ચોરી કરીને પોલીસને પડકાર ફેંક્યો છે.

- text