રફાળેશ્વર મંદિરે બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રીનો મેળો ભરાયો

- text


મોટી સંખ્યામાં લોકો શિવરાત્રીના મેળામાં ઉમટી પડયા : શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન કરીને મેળાની મોજ માણી

મોરબી : મોરબી નજીક આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરના દિવ્ય સાનિધ્યમાં આજે પરંપરાગત શિવરાત્રીનો મેળો ભરાયો હતો. આ શિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં લોકો બમ બમ ભોલેના નાદ સાથે ઉમટી પડ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી અને શિવરાત્રીના મેળાની મન ભરીને મોજ માણી હતી.

- text

મોરબી નજીક રફાળેશ્વર ગામે આવેલ પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી નિમિતે જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા પરંપરાગત શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શિવરાત્રીના પાવન અવસરે રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો શરૂ થતાની સાથે મોટી સંખ્યામાં મોરબી સહિતના આસપાસના લોકો ઉમટી પડ્યા હતા અને રફાળેશ્વર મહાદેવ મંદિરે બમ બમ ભોલેનો દિવ્ય ઘોષ ગુંજયો હતો. લોકોએ ભગવાન ભોળાનાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શિવભક્તોની મોટી ભીડ રફાળેશ્વર મંદિરે ઉમટી પડી હતી અને ભગવાન શિવની શ્રધ્ધાભેર આરાધના કરીને ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને શિવરાત્રીના મેળાની મોજ માણી હતી.

- text