મોરબીવાસીઓ આનંદો : ઝૂલતોપૂલ નજીવા ભાવ વધારા સાથે પુનઃ શરૂ થયો

- text


ઝૂલતાપૂલના ચાર્જમાં મોટાઓ માટેના ચાર્જ રૂ. 10થી વધીને 15 અને બાળકો માટે રૂ. 7 થી વધીને 10 : હાલ ઓરેવો ગ્રુપ દ્વારા ઝૂલતાપૂલનું ટેમ્પરરી રીનોવેશન કરી ખુલ્લો મુકાયો : સરકાર સાથે સંકલન કરીને આગામી સમયમાં જનરલ રીનોવેશન કરાશે

મોરબી : મોરબીનો ઐતિહાસિક ઝૂલતોપૂલ ફરી આજથી શરૂ થયો છે. ઓરેવો ગ્રુપે થોડા સમયમાં ઝૂલતાપૂલનું ટેમ્પરી રીનોવેશન કરીને આજથી જાહેર જનતા માટે આ પુલને ખુલ્લો મૂકી દીધો છે. જોકે પુલ પર હરવા ફરવાના ચાર્જમાં ભાવ વધારો કરાયો છે.આજથી ઝૂલતોપૂલ શરૂ થતાં મોરબીવાસીઓ અને દેશ વિદેશના સહેલાણીઓને ઝૂલતાપૂલની રોમાંચક સફર માણવાનો લ્હાવો મળતા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

મોરબીનો ઐતિહાસિક ઝૂલતોપૂલ જર્જરિત થવાથી જોખમી થતા આ પુલનું સંચાલન કાર્ય સાંભળતા ઓરેવા ગ્રુપે લોકોની સલામતીને ધ્યાને લઈને ગત તા.26મી જાન્યુઆરીએ ઝૂલતોપૂલ બંધ કરી દીધો હતો બાદમાં ઝૂલતાપૂલનું રીનોવેશન કરીને પુલને ફરી ચાલુ કરવા અંગે જિલ્લા કલેકટરની નગરપાલિકા અને ઓરેવો ગૃપ સાથે બેઠક યોજાઇ હતી જેમાં ઓરેવા ગ્રુપે લોકોના હિતમાં ઝૂલતાપૂલનું રીનોવેશન કરવાની તૈયારી દર્શાવી હતી ત્યારે મોરબીવાસીઓ અને દેશ વિદેશના સહેલાણીઓને થોડા સમયમાં ઝૂલતાપૂલની રોમાંચક સફર માણવાનો આનંદ પ્રાપ્ત થાય તે માટેના સઘન પ્રયાસો હાથ ધર્યા હતા અને ઝૂલતોપૂલ જે જે જગ્યાએ વધુ જર્જરિત છે ત્યાં ત્યાં ટેમ્પરરી મજબૂત રીતે રીનોવેશન કરીને ટુક સમયમાં જ આજથી આ ઝૂલતોપૂલ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

- text

જોકે ઝૂલતાપૂલના હરવા ફરવાના ચાર્જમાં વધારો કરાયો છે.જેમાં મોટાઓ માટેના રૂ.10થી 15 અને બાળકો માટે રૂ. 7 થી 10 નો વધારો કરાયો છે.જ્યારે વિદ્યાર્થીઓના માસિક પાસનો ભાવ યથાવત રાખ્યો છે.જ્યારે બહારથી પ્રવાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે ચાર્જમાં રૂ.2 માંથી વધારીને રૂ.5 કરાયા છે.આજથી ઝૂલતોપૂલ શરૂ થયો છે.લોકો પણ ધીમેધીમે ઝૂલતાપૂલમાં હરવા ફરવાનો આનંદ માણી રહ્યા છે.જોકે હાલ ટેમ્પરરી રીનોવેશન કર્યા બાદ ઓરેવો ગ્રુપ દ્વારા સરકાર સાથે કરાર માટે સંકલન સાધીને આગામી સમયમાં થોડા સમય માટે આ પુલ બંધ કરી આખેઆખો રીનોવેટ કરાશે.

- text