મોરબીમાં MDAC દ્વારા ‘હાઉડી મોરબી’ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગત તા. 19ના રોજ ઉમા પાર્ટી પ્લોટ ખાતે ‘હાઉડી મોરબી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ MDAC (મયંક દીક્ષિત એકેડમી) દ્વારા પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન આપતા લોકોને સન્માનિત કરવા માટે યોજવામાં આવ્યો હતો. જેમાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા ભુમિકાબેન ભૂત – એથ્લેટીક્સ, કનિકા દીક્ષિત – લોન ટેનિસ, સુર રાડિયા – સ્કેટિંગ સહિતના 100 લોકોને તેમના ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓ બદલ શિલ્ડ અર્પણ કરી શાલ ઓઢાડીને નવાજવામાં આવ્યા હતા. આ તકે ડો. જયંતીભાઈ ભાડેસીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વૈજ્ઞાનિક મનસુખભાઇ પ્રજાપતિ, OSEM સ્કૂલના ડિરેક્ટર સુમત પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ચૌધરીએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરી હતી.

- text