મોરબીના સનહાર્ટ ગ્રુપના ગોવિંદભાઇના અધ્યક્ષસ્થાને રાજકોટમાં મહિલા ભિક્ષુક સ્વીકાર ગૃહનું લોકાર્પણ કરાયું

- text


મોરબી : મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાના અધ્યક્ષસ્થાને રાજકોટમાં સ્વૈચ્છીક મહિલા ભિક્ષુક સ્વીકાર ગૃહનું લોકાર્પણ કરાયું હતું.

રાજકોટમાં માનવ કલ્યાણ મંડળ દ્વારા ગરીબ અને રસ્તે ભિક્ષા માંગવા મજબુર બનતી મહિલાઓ માટે મુંજકા હરિધવા કોલેજ પાસે મહિલા ભિક્ષુક સ્વીકાર ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારની ભિક્ષુક મહિલાઓને આશ્રય આપવામાં આવશે. હાલમાં ભાડા પર લીધેલા આ ગૃહમાં 30 મહિલાઓને આશ્રય આપી શકાશે.

- text

જો કે છેલ્લા 5 વર્ષથી નિરાધાર આશ્રમ તરીકે આ સ્વીકાર કેન્દ્ર ચાલુ જ હતું. પરંતુ ગઈકાલે તા. 19ના રોજ તેનું ઓફિશિયલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપના સ્થાપક ગોવિંદભાઇ વરમોરાના ઇન્ટરનેશનલ અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પણ તેઓના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે માનવ કલ્યાણ મંડળના ચેરમેન મુકેશભાઈ મેરજા, પ્રમુખ ગીતાબેન પટેલ, મહામંત્રી વિભાબેન પટેલ, ચેરમેન નાથાભાઈ કાલરીયા, ઉપાધ્યક્ષ ચંદુભાઈ વિરાણી, રાજકોટ જિલ્લાના કલેક્ટર રેમ્યા મોહન, ગુણવંતભાઈ ડેલાવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text