ટંકારાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા અને આર્ય સમાજ સંચાલિત સ્કૂલ બનાવવાની CMની જાહેરાત

- text


વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના બૌધ્ધત્સવ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીએ હાજરી આપી

ટંકારા : વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળ ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા યોજાયેલા બૌધ્ધત્સવ પ્રસંગે આજે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી દયાનંદ સરસ્વતીના સમાજને સશક્ત બનાવી આદર્શ રાષ્ટ્ના નિર્માણ કરવાના તેમના યોગદાનને યાદ કરી તેમના જન્મસ્થળ ટંકારાને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવા અને આર્યસમાજ દ્વારા સંચાલિત સ્કૂલનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી.

ટંકારા ખાતે આર્યસમાજ દ્વારા સ્વામી દયાનંદ સરસ્વતીના બૌધ્ધત્સવ પ્રસંગે આજે હાજરી આપવા મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટંકારા ખાતે નિર્ધારીત સમયે આવી પહોંચ્યા હતા અને તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.આ બન્ને મહાનુભાવોએ બૌધ્ધત્સવમાં હાજરી આપીને ધન્યતા અનુભવી હતી.આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ,સ્વામી દયાનંદ સરસ્વતીએ કુરિવાજોને તિલાંજલિ આપી નારી ઉત્થાન તથા સમાજને સશક્ત બનાવી વેદોનો પ્રચાર કરીને દેશમાં નવી જાગૃતિ લાવી હતી. સમાજ તેમના યોગદાનમાંથી પ્રેરણા લઈ અને તેમની ઉમદા વિચારધારાને અનુસરે તે માટે તેમજ તેમના જન્મસ્થળ ટંકારામાં આવતા લોકોને જ્ઞાન મળે તેવા હેતુસર ટંકારામાં ભવ્ય સ્મારક બનાવવાનો આર્યસમાજના લોકોએ જે સંકલ્પ કર્યો છે તેમને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અને ટંકારા પવિત્ર તીર્થસ્થાન તરીકે વિકસે એવી નેમ વ્યક્ત કરી હતી.

- text

જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ,મહાશિવરાત્રીના પાવન અવસરે સ્વામી દયાનંદ સરસ્વતીને બૌદ્ધ પ્રાપ્ત થયો હતો તેમણે બૌદ્ધથી સત્યને ઉજાગર કરી કુંવરીવાજો અને દુર્ગુણોને દૂર કરી સમાજ અને દેશ શક્તિશાળી બને તે માટે આર્યસમાજની રચના કરી હતી.ત્યારે ગુજરાતનું સદભાગ્ય છે કે આવા વિભૂતિનું જન્મસ્થળ ટંકારા છે.આથી તેમના જન્મસ્થળ ટંકારા પવિત્ર તીર્થધામ જાહેર થયા બાદ સરકાર આ પવિત્ર યાત્રાધામ અદભુત રીતે વિકસે તે માટે અથાગ પ્રયાસો કરશે. તેમજ આર્યસમાજ દ્વારા સંચાલિત રાજકોટ અને ટંકારા વચ્ચે ડી.એ.બી સ્કૂલ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં ટંકારાના આર્યસમાજને સ્કૂલ બનાવવા માટે સરકાર જમીન ફાળવશે અને સરકારના ધારાધોરણો આ સ્કૂલનું નિર્માણ કરાશે. ખાસ કરીને સ્વામી દયાનંદ સરસ્વતીના જન્મસ્થળમાં આવતા લોકો તેમનામાંથી પ્રેરણા અને બૌદ્ધ મેળવે એ માટે ટંકારાને વિકસિત કરવા સરકાર પ્રયાસો કરશે તેવું તેમણે જણાવ્યું હતું.

- text