મોરબીની યુ. એન. મહેતા કોલેજ ખાતે ૨૭મીએ તાલુકા કક્ષાનો ભરતી મેળો

- text


મોરબી : રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૨૭-૦૨-૨૦૨૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, નજરબાગ સામે, મોરબી ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી, ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત આમંત્રણ પાઠવવામાં આવે છે. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- text