મોરબી : શહીદ પરિવારો માટે રાજપૂત સમાજ દ્વારા રૂ. 1.26 લાખની સહાય અર્પણ કરાઈ

- text


શહીદ પરિવારોને હાથોહાથની સહાય આપવા જતા અજય લોરીયા સહિતના યુવાનોની ટીમને રકમ અપાઇ

મોરબી : મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ ફાળો એકઠો કરીને પુલવામાના શહીદોના પરિવારોને હાથોહાથની સહાય આપવાનું સરાહનીય કામ કરે છે. ત્યારે શહીદ પરિવારોને હાથોહાથની સહાય મળી રહે તે માટે મોરબી રાજપૂત સમાજ દ્વારા આ યુવાનોની ટીમને રૂ. 1.26 લાખનો ચેક આપવામાં આવ્યા છે. યુવાનોની ટીમ આ તમામ એકઠો થયેલો ફાળો આગામી દિવસોમાં શહીદ પરિવારોને હાથોહાથની સહાય આપવા રવાના થશે.

જુમ્મુ કાશ્મીરના પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોના પરિવારોને માન-સન્માનભેર આર્થિક રીતે મદદરૂપ થવા માટે મોરબીના અજય લોરીયા સહિતના યુવાનોની ટીમે સરાહનીય કાર્ય હાથ ધર્યું છે. પુલવામાના આંતકી હુમલા બાદ મોરબીના આ યુવાનોની ટીમે લોકફાળો એકત્ર કરીને અત્યાર સુધીમાં અનેક વખત દેશના જુદા-જુદા રાજ્યોમાં સ્વખર્ચે પ્રવાસ કરીને ત્યાં રહેતા શહીદ પરિવારોને આર્થિક સહાય પહોંચાડી હતી.

- text

અજય લોરીયા સહિતના યુવાનોની ટીમ લોકો પાસેથી આવેલા ફાળાને શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડે છે. ત્યારે શહીદ પરિવારોને હાથોહાથની સહાય મળી રહે તે માટે મોરબી રાજપૂત સમાજ દ્વારા રૂ.1,26,600નું અનુદાન અજય લોરીયાને આપવામાં આવ્યું છે. મોરબી રાજપૂત સમાજ દ્વારા શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડવા માટે આ અનુદાન આપવામાં આવ્યું છે. આ તકે મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ રાનેન્દ્રસિંહ ઝાલા, ખજાનચી જસવંતસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આગામી સમયમાં અજય લોરીયા બાકી રહેલા શહીદ પરિવારોને હાથોહાથની સહાય પહોંચાડવા રવાના થશે.

- text