મોરબી બેંક લૂંટ અપડેટ : બેંકમાં ચેક નાખવા આવેલા યુવાન પાસેથી પણ લૂંટારૂઓએ પર્સ અને મોબાઈલ લૂંટી લીધો

- text


મોરબી : મોરબીના આજે બપોરે બનેલા ચકચારી લૂંટના બનાવમાં વધુ વિગતો સામે આવી છે. જેમાં લૂંટારૂઓએ બેંકમા લૂંટ ચલાવ્યાની સાથે એક યુવાનના લમણે બંદૂક તાકીને તેના પર્સ અને મોબાઇલની પણ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

મોરબીના સામાંકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંકમાં આજે બપોરે 02:50 કલાકે પાંચ લૂંટારૂઓ ત્રાટકયા હતા. લૂંટારૂઓએ અહીંના સિક્યુરિટી ગાર્ડને પછાડી દઈને તેને ઇજા પહોંચાડી હતી. આ લૂંટારોએ બંદૂકની અણીએ બેંકમાંથી 6 લાખની લૂંટ ચલાવી હતી. આ વેળાએ એક યુવાન બેંકમાં ચેક નાખવા આવ્યો હતો. ત્યારે મોકાનો ફાયદો ઉઠાવીને લૂંટારૂઓએ તેના લમણે પણ બંદૂક ધરી દીધી હતી અને તેની પાસેથી પર્સ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. હાલ પોલીસ એક પછી એક કડીઓ મેળવીને તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.

- text