મોરબી બેંક લૂંટ અપડેટ : હાશ… લૂંટની એક કલાક પૂર્વે જ રૂ. 20 લાખથી વધુની રોકડ બેંકે રાજકોટ ટ્રાન્સફર કરી દીધી’તી

- text


સદનસીબે રકમ ટ્રાન્સફર કર્યા બાદ લૂંટ થતા લૂંટારુઓના હાથમાં રૂ. 6 લાખ જ લાગ્યા

મોરબી : મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં આજે બપોરે થયેલી લૂંટની એક કલાક પૂર્વે જ બેંક દ્વારા અન્ય બ્રાન્ચમાં રૂ. 20 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ટ્રાન્સફર બાદ લૂંટ થતા લૂંટારૂઓના હાથે માત્ર રૂ. 6 લાખ જ લાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીના સામાંકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના 2:50 કલાકના અરસાના પાંચ જેટલા લૂંટારૂઓએ બંદૂકની અણીએ દિલધડક લૂંટને અંજામ આપ્યો છે. જેમાં લૂંટારુઓએ રૂ. 6 લાખની લૂંટ ચલાવી છે. જો કે બેંકના સુત્રોમાંથી મળતી વિગત અનુસાર નિયમ મુજબ વધુ રોકડ એકઠી થાય એટલે જે તે બેંક અન્ય બ્રાન્ચને કે હેડ ઓફીસને રોકડ ટ્રાન્સફર કરી આપતી હોય છે. એવી જ રીતે બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત બેંકમાં આજે 20થી 25 લાખ જેટલી રોકડ એકત્ર થઈ હતી. આ રોકડ રાજકોટ ખાતેની બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ટ્રાન્સફરને એક કલાક બાદ જ બેંકમાં લૂંટ થઈ હતી. એટલે સદનસીબે મોટી રકમની લૂંટ થતા બચી હતી.

- text