મોરબી બેંક લૂંટ અપડેટ : ચાર લૂંટારૂઓ સ્વીફ્ટ કાર સાથે હળવદના ચુપણીના જંગલમાંથી પકડાયા

- text


મોરબી : મોરબીમાં બેંકમાંથી બંદૂકની અણીએ રૂ. 6 લાખની લૂંટ ચલાવનાર ગેંગના ચાર લૂંટારૂઓને સ્વીફ્ટ કાર સાથે પોલીસે હળવદ તાલુકાના ચુપણીના જંગલમાંથી દબોચી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસ આ આરોપીઓને મોરબી લઈ આવવા માટે રવાના થઈ ગઈ છે.

- text

પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી બેંકમાં બંદૂકની અણીએ પાંચ લૂંટારૂઓએ રૂ. 6 લાખની લૂંટ ચલાવી હતી. આ સાથે બેંકમાં રહેલા ગ્રાહકોની વસ્તુઓ પણ લૂંટી લીધી હતી. બનાવના પગલે મોરબી જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી હતી.અને ગણતરીની કલાકોમાં જ ચાર લૂંટારૂઓને હળવદ તાલુકાના ચુપણીના જંગલ વિસ્તારમાંથી પકડી પાડેલ છે. સાથે મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે. જો કે આ આરોપીઓ પાસે બંદૂક સહિતના હથિયારો હતા. ત્યારે તેને પકડવાનું કામ પડકાર જનક રહ્યું હશે તે સ્વાભાવિક છે. હાલ તો કોઈ વધુ વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી. થોડા સમયમાં આરોપીઓના નામ સહિતની વિગતો જાણવા મળશે.

- text