મોરબી બેંક લૂંટ અપડેટ : પાંચેય લૂંટારૂઓ બેંકમાંથી રૂ. 6 લાખની રોકડ અને સિક્યુરિટી ગાર્ડની બંદૂક પણ ઉપાડી ગયા!

- text


પાંચેય લૂંટારૂઓ બંદૂક લઈને આવ્યા હતા : પોલીસે નાકાબંધી કરીને લૂંટારોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આજે બપોરના સમયે થયેલા ચકચારી લૂંટના બનાવમાં એક પછી એક વિગતો સામે આવી રહી છે. હાલ આ લૂંટારૂઓ રૂ. 6 લાખની લૂંટ કરીને ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડની બંદૂક પણ ઉપાડી ગયા હોવાની વિગત બહાર આવી છે.

આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખાની બેંકમાં આજે પાંચ શખ્સો બંદૂક સાથે ઘુસી આવ્યા હતા અને બંદુક સાથે આવેલા પાંચ ઇસમો ધોળા દિવસે બેંકમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે જિલ્લા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે.આ લૂંટના બનાવની મોરબી એલસીબી, એસઓજી, બી ડિવિઝન પોલીસ સહિતના પોલીસ કફલાએ સાધન તપાસ હાથ ધરી છે.લૂંટના બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ પાંચ લૂંટારુઓ સ્વીફ્ટ કારમાં બંદૂક સાથે બેકમાં ઘુસી ગયા હતા અને બંદૂકની અણીએ આશરે રૂ.6 લાખની લૂંટ ચલાવી હતી.જેમાં રૂ.4.50 લાખ બેંક ઓફ બરોડા અને રૂ.1.50 લાખ દેનાબેંકના લઈ ગયા છે.

- text

તેમજ સિક્યુરિટી મેનની બંદૂક પણ પડાવી ગયા હતા.આ લૂંટનો બનાવ આજે બોપરે 02:50 મિનિટે બન્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.પાંચેય શખ્સો સ્વીફ્ટ કારમા આવ્યા હતા અને પાંચેય પાસે બંદૂક હતી.જોકે આ બનાવને પગલે અંદરથી બેંક બંધ કરીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મહેન્દ્રનગર ચોકડી પાસે સીટી પોઇન્ટ કોમ્પલેક્ષમાં આઇસીસીઆઇ, બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખા તેમજ ફાઇનાન્સરોની ઓફીસો આવેલી છે. જેથી લૂંટારૂઓએ આ જગ્યા પસંદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text