ઇન્સ્ટ્રાગ્રામથી પ્રેમ થયો અને લગ્ન બાદ પતિ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો અને…!!

- text


બાદમાં યુવતીએ લગ્ન રદ્દ બાતલ કરવા કોર્ટમા દાવો દાખલ કરતા યુવાને આપી ધમકી

વાંકાનેર : આજકાલ સોશ્યલ મીડિયાના કારણે ચેટીંગ કરતા યુવક-યુવતીઓ ક્ષણિક આવેગમાં પ્રેમ કર્યા બાદ લગ્નમાં જોડાય છે. પરંતુ બાદમાં ઘણી વરવી હકીકત સામે આવતી હોય છે. આવો જ એક બનાવ વાંકાનેરના ચંદ્રપુર ગામે બન્યો છે. જેમાં એક યુવતીને યુવક સાથે ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી પ્રેમ થયો અને લગ્ન બાદ તેનો પતિ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આથી, યુવતીએ લગ્ન રદ કરવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. જેથી, ઉશ્કેરાયેલા યુવાને તેના ઘરે જઈને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામે રહેતી અફસાનાબેન મહમદહનીફ વકાલીયા (ઉ.વ ૨૦) નામની યુવતીએ ચોટીલાના સાઇન સોસાયટી જુના બસસ્ટેન્ડ પાસે રહેતા એજાજભાઇ ઇલ્યાસભાઇ લોલડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૫/૮/૧૯ થી ૩૦/૦૮/૧૯ દરમ્યાન ચંદ્રપુર ગામે ફરિયાદી યુવતી આરોપી સાથે ઇન્સ્ટ્રાગ્રામના માધ્યમથી સંપર્કમા આવતા અને પરિચયમા આવી હતી. અને પ્રેમ થતા આ યુવતીએ આરોપી સાથે રાજકોટ મુકામે લગ્ન કરી લીધા હતા. બાદમાં યુવતીને આરોપી ગુન્હાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલની જાણ થઈ હતી. આથી, યુવતીએ આરોપી સાથેના પોતાના લગ્ન રદ્દ બાતલ કરવા નામદાર વાંકાનેર કોર્ટમા દીવાની દાવો દાખલ કર્યો હતો.

- text

જે બાબતે આરોપીને સારૂ નહિ લાગતા આરોપીએ ફરિયાદીના ઘરે આવી ગાળો આપી સાહેદ મહમદ હનીફભાઇને લગ્નમા પાંચ લાખનો ખર્ચ કર્યો છે. જો લગ્ન રદ્દ કરવા અંગેનો દાવો કોર્ટમાંથી પાછો નહિ ખેચી લો તો તને અને તારી છોકરીને જાનથી મારી નાખીશ એમ ધમકી આપી હતી. તથા ફરિયાદીના ભાઇ આયાનના વોટસએપ મોબાઇલમા આરોપીએ પોતાની ઓળખ છુપાવી ગર્ભીત ગુન્હાહિત ધમકી આપતા મેસેજ કર્યો હતો. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text