હળવદ : જુના ઝઘડા મામલે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી

- text


હળવદ : હળવદમાં જુના ઝઘડા મામલે વૃદ્ધને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા ચતુરભાઇ મેરાભાઇ જેતપરા (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે તે જ ગામમા રહેતા સવજીભાઇ બચુભાઇ કુકવાવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૮ ના રોજ માથક ગામે ફરીયાદીના રહેણાંક મકાન પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીને અગાઉ આરોપી સાથે ઝઘડો થયેલ હોય જેમાં ફરીયાદી સાક્ષી તરીકે હોય અને ફરીયાદી સમાધાન કરતા ન હોય જે વાતનુ મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text