મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવીને પાંચ લૂંટારુઓ ફરાર

- text


બેંકમાં લૂંટના બનાવને પગલે સમગ્ર જિલ્લા પોલીસમાં દોડધામ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે બેંકમાં ધોળા દિવસે લૂંટ ચલાવીને પાંચ લૂંટારુઓ ફરાર થઈ ગયાનો સનસનીખેજ બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી ગઇ છે. જો કે આ પાંચ શખ્સો બંદૂક જેવા હથિયાર સાથે આવીને બેંકમાં ફિલ્મીઢબે લૂંટના બનવાને અંજામ આપીને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળે છે. ધોળા દિવસે ભરચક વિસ્તારમાં આવેલ બેંકમાં લૂંટના બનાવથી સમગ્ર જિલ્લા પોલીસમાં ભારે દોડધામ મચી ગઇ છે.

- text

આ લૂંટના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી નજીક આવેલ બેંક ઓફ બરોડા અને દેના બેંકની સંયુક્ત શાખાની બેંકમાં આજે પાંચ શખ્સો બંદૂક સાથે ઘુસી આવ્યા હતા અને બંદુક સાથે આવેલા પાંચ ઇસમો ધોળા દિવસે બેંકમાં ફિલ્મી ઢબે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. આ બનાવને પગલે જિલ્લા પોલીસમાં ધોળધામ મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે. તેમજ કેટલી રકમની લૂંટ થઈ? બનાવ કઈ રીતે બન્યો? તે સહિતની વિગતો મેળવાઈ રહી છે. અને લૂંટારૂઓને ઝડપી લેવા મોરબી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.

- text