મોરબીની નિર્મલ વિદ્યાલયમાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : ગઈકાલે શાળામાં ધો. 7ના વિદ્યાર્થીઓ માટે માતૃ–પિતૃ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સવાર-બપોર પાળીનાં વાલીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જયશ્રીબેન વડનગરા ખાસ ઉપસ્થિત રહી વાલીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. જેમાં તેઓએ માતા-પિતાની જવાબદારી અને બાળકોની ફરજો અને તેમાં આપણે શું કરી શકીએ? તે વિશે આકર્ષક રજૂઆત કરી હતી.

- text

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રોક્ત રીતે માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂજનવિધિ મનીષભાઈ જોષીએ કરાવી હતી. સમગ્ર કાર્યક્રમ ભાવવાહી અને પ્રેરણાત્મક રહ્યો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટી અમુભાઈ પટેલે વર્તમાન પરિસ્થિતિથી અવગત કરાવી વાલીઓને બાળકોને સમય આપવા જણાવ્યું હતું. જયારે પ્રાથમિક વિભાગના આચાર્ય કલોલા સાહેબે સૌનો આભાર માની વિદ્યાર્થીઓ પાસે શુભ સંકલ્પ લેવડાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક રહ્યો હતો.

- text