મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં મુશાયરો યોજાયો

- text


મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં પ્રિન્સિપાલ ડો. એલ. એમ. કંઝારિયાના અધ્યક્ષસ્થાને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કવિ તરીકે રૂપેશ પરમાર ‘જલરૂપ’ અને શૈલેષ મહેતા ‘સરયૂ’ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો આરંભ સર્વધર્મ પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિત કવિઓનું પ્રો. રાજપૂતે શબ્દોથી સ્વાગત કરીને આવકાર આપ્યો હતો. આ તકે ડો. કંઝારિયાએ જણાવેલ કે કવિતા એ મનના ખૂણે પડેલી સંવેદનાની અભિવ્યક્તિ છે. એ દ્વારા યશ અને આનંદની પ્રાપ્તિ થાય છે. આપણા મનને ઢંઢોળવાનું કાર્ય કવિ અને કવિતા કરે છે. એ દ્વારા એક આનંદની ક્ષણ સ્ફુરિત થાય છે.

- text

આ કાર્યક્રમમાં કવિ રૂપેશ પરમાર ‘જલરૂપ’ દ્વારા, કવિ શૈલેન મહેતા ‘સરયૂ’ દ્વારા તથા પ્રો. રેખાબેન શાહ દ્વારા પોતાના સ્વરચિત કાવ્યોની રજૂઆત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પણ પોતાની કૃતિ રજુ કરેલ હતી. પ્રસુતિ કરવામાં આવેલા કાવ્યોમાં જીવનના ગૂઢ રહસ્યોને સરળતાથી અભિવ્યક્ત કરવામાં આવ્યા હતા. અંતમાં આભારદર્શન પ્રો. ડો. આર. કે. વારોતરિયા દ્વારા કરવામાં આવ્યો હતું. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાના કો. ઓર્ડીનેટર પ્રો. રાજપૂત દ્વારા કરવામાં આવેલ હતું.

- text