મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી મોતના કુવા સમાન

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા છેવાડાના લાયન્સનગરમાં આમ તો વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. રોડ, પાણી લાઈટ, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક અસુવિધાના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આટલું ઓછું હોય તેમ તંત્રની વધુ એક જોખમી બેદરકારી ધ્યાને આવી છે. જેમાં લાયન્સનગર મેઈન રોડ ઉપર આવેલી ભૂગર્ભ ગટરની કુંડી એકદમ ખુલ્લી છે. ભૂગર્ભ ગટરની આ કુડીમાં ઢાંકણું ગાયબ છે. તેથી, ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી સાબિત થાય તેવી દહેશત છે અને વાહનચાલકો કે રાહદારીઓ માટે રાત્રીના સમયે પસાર થવું એટલે સામે ચાલીને અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. તેથી, આ ખુલ્લી ભૂગર્ભની કુંડી સ્થાનિકો માટે જોખમી પુરવાર થાય તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે આ વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ પાલિકા તંત્રને રજુઆત કરી છે.

- text