ઉત્તરાયણના દિવસે કાલિકા પ્લોટમાં થયેલી મારામારીના બનાવના છ આરોપીઓ ઝડપાયા

- text


કાલિકા પ્લોટમાંથી ઝડપાયેલા છ પૈકી એક આરોપી પાસેથી પિસ્ટલ સહિત છ જીવતા કાર્ટીઝ મળ્યા

મોરબી : ગત 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે પતંગ ચડાવવાની બાબતે કાલિકા પ્લોટમાં થયેલી મારામારીના બનાવમાં મોરબી એ.ડીવી.પોલીસે આજે છ આરોપીને પૂર્વ બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. જે પૈકી એક આરોપી પાસેથી હાથ બનાવટની સેમી પિસ્તોલ સહિત છ જીવતા કાર્ટીઝ મળી આવતા રાયોટિંગના ગુન્હા ઉપરાંત આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુન્હો દાખલ કરી તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

- text

જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાએ પ્રેસ કોન્સફ્રાન્સમાં આજે આપેલી માહિતી પ્રમાણે ગત 14 જાન્યુઆરીના દિવસે કાલિકા પ્લોટ વિસ્તારમાં પતંગ ચગાવવાની બાબતે થયેલી મારામારીના બનાવમાં સંડોવાયેલા છ આરોપીઓને આજે પૂર્વ બાતમીના આધારે કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા નર્મદ હોલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જે છ પૈકી એક આરોપી રમીઝ હુસેનભાઈ ચાનીયા ઉં.વ.26 પાસેથી હાથ બનાવટની ગેરકાયદે સેમી ઓટોમેટિક પિસ્તોલ તેમજ છ જીવતા કાર્ટીઝ મળી આવતા આર્મ્સ એક્ટ હેઠળ અલગથી ગુન્હો નોંધી ઝડપાયેલા અન્ય પાંચ આરોપીઓ રિયાઝ ઇકબાલ જુનાજ ઉં.વ. 29, એઝાઝ આમદ ચાનીયા ઉં.વ. 27, ઈમ્તિયાઝ સલીમ ભટ્ટી ઉં.વ.20, ફરીદ અબ્બાસ સાયઝા અને દાઉદ અબ્બાસ ખુરેશી વિરુદ્ધ 323-324 હેઠળ રાયોટિંગનો ગુન્હો દાખલ કરી પી.આઈ. આર.જે.ચૌધરીની આગેવાનીમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ વડા ડૉ.કરનરાજ વાઘેલાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે પિસ્તોલ સાથે ઝડપાયેલો આરોપી રમીઝ અગાઉ આઠેક જેટલા અલગ અલગ ગુન્હાઓ જેવા કે ધાડ, લૂંટ, એટેમપ્ટ ટુ મર્ડર, રાયોટિંગ જેવા બનાવોમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. આ આરોપી 2011થી 2020 સુધીનો લાંબો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. ઉક્ત તમામ આરોપીઓની પોલીસ રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પોલીસે હાથ ધરી છે.

- text