વાંકાનેર : ફળીયામાં દાઢી કરવાની બ્લેડ નાખવા બાબતે યુવાનને માર મારી ધમકી આપી

- text


વાંકાનેર : વાંકાનેરમાં ઘરના ફળીયામાં દાઢી કરવાની બ્લેડ નાખવા બાબતે ઠપકો આપતા એક શખ્સે યુવાનને માર મારી ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર અરવિદભાઇ વેલજીભાઇ સોલંકી ઉ.વ.૩૧ રહે. કારકામાંની ટેકરી પાસે બુઢા આશ્રમ સામે વાકાનેર વાળાએ આરોપી ભરતભાઇ વેલજીભાઇ સોલંકી કારકામાંની ટેકરી પાસે બુઢા આશ્રમ સામે વાકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૪ ના રોજ સાજના આશરે ચાર સાડા ચારેક વાગ્યાના સુમારે ફરીયાદીએ પોતાના ઘરના ફળીયામાં દાઢી કરવાની બ્લેડ નહી નાખવા બાબતે ઠપકો આપતા આરોપી ભરત એકદમ ઉસ્કેરાય જઇ ગાળો બોલી ત્યા પડેલ લાકડા વડે ફરીને જમણા હાથની કોણી પાસે એક ઘા કરી મુઢ ઇજા કરેલ અને બીજો ઘા ડાબી સાઇડ કાન ઉપર મારી પાડી દઇ ઇજા કરી હતી તેમજ અને ફરીવાર ફરીયાદીને કાલે તુ બચી ગયો તેમ કહી આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text