હળવદમાં પણ ઘડિયા લગ્રની ક્રાંતિકારી પહેલ બની વેગવંતી : પાટીદાર યુગલના ઘડિયા લગ્ન લેવાયા

- text


ખોટા ખર્ચા ન કરીને દેખાદેખીથી પર ઉઠી અન્ય સમાજને પણ નવો રાહ ચીંધ્યો: પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આ ગૌરવવંતી પરંપરાને આગળ ધપાવવા અપિલ

હળવદ: આજના હાઈટેક યુગમાં લગ્ન પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરી લગ્ન પ્રસંગ પાછળ આંધળો ખર્ચ કરવામાં આવે છે ત્યારે સમાજને નવો રાહ ચીંધવા મોરબી જિલ્લામાં પટેલ સમાજ દ્વારા એક અનોખો અભિગમ ઘડિયા લગ્નનો ચાલી રહ્યો છે જ્યારે છેલ્લા બે વર્ષ દરમિયાન અંદાજીત ૪૦૦ જેટલા ઘડિયા લગ્ન યોજી સમાજના પૈસા તેમજ સમયનો બચાવ કરી એક નવો રાહ પટેલ સમાજે બતાવ્યો છે.

ત્યારે હળવદના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે પટેલ સમાજના વધુ એક નવયુગલે ધડીયા લગ્ન કરીને સમાજને એક નવો રાહ ચિંધ્યો છે ખાસ કરીને મોરબી જિલ્લામાં પાટીદાર સમાજ દ્વારા ઘડિયા લગ્નની ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે અને જેમાં એક બાદ એક પરિવાર આ અભિયાનને આગળ ધપાવી રહ્યું છે ત્યારે આ ક્રાંતિકારી પહેલ માત્ર મોરબી પૂરતી સીમિત ન રહિ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પહોંચી છે અને આજે હળવદ વૈજનાથ મંદિર ખાતે મૂળી તાલુકાના સરા ગામે રહેતા રમણીકભાઈ કેશાભાઈ પટેલની સુપુત્રી દિવ્યાબેનના ઘડિયા લગ્ન ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા ગણપતભાઇ પટેલના સુપુત્ર ધર્મેન્દ્રકુમાર સાથે હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ઘડિયા લગ્ન લેવાયા હતા

- text

આ ઘડિયા લગ્ન થી સમાજને નવો રાહ ચીંધી લગ્નમાં થતાં મર્યાદા બહારના ખોટા ખર્ચ સમય અને દેખાદેખી અટકાવી સામાજિક પરિવર્તનની પહેલને વેગવંતી બનાવી હતી અને અન્ય સમાજ ને એક નવો રાહ ચીંધ્યો છે આ પ્રસંગે ગણેશભાઈ સાવીયા પ્રમુખ ઉમા સંકુલ ધાંગધ્રા,વલ્લભભાઈ પટેલ ઉપ પ્રમુખ જિલ્લા ભાજપ,કાન્તીભાઈ પટેલ અબુજાવાળા,ચદુભાઈ પટેલ રાણેકપર વાળા,ડો, અમૃતભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલ કડીયાણા સહિત સમાજના અગ્રણી આગેવાનો યુવાનોઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text