હળવદમાં ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ૩૧ નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા માંડ્યા

- text


 રાજ્ય સરકારની મહત્વની યોજના કુવરબાઈનુ મામેરુના તમામ દીકરીઓને ફોર્મ ભરી આપવામાં આવ્યા

હળવદ: હળવદ શહેરમાં આવેલ ભવાની નગર વિસ્તારમાં જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ ના નેજા હેઠળ ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ૩૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા આ લગ્નોત્સવમાં ઠાકોર સમાજના અગ્રણીઓ તેમજ સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ હળવદ દ્વારા પાછલા છ વર્ષથી ઠાકોર સમાજના સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન કરાતું હોય છે ત્યારે હળવદ શહેરમાં આવેલ ભવાની નગર વિસ્તારમાં છઠા સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું જેમાં ૩૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દીકરીઓને રૂપિયા ૩૦ હજારથી વધુનો કરિયાવર આપ્યોહતો આ સમૂહ લગ્નોત્સવમાં ઠાકોર સમાજના અગ્રણીઓ સંતો મહંતો તેમજ ગુજરાતી આલ્બમ ના એક્ટરો હાજર રહ્યા હતા

સાથે જ ઠાકોર એજ્યુકેશન સેન્ટર દ્વારા તમામ ૩૧ નવદંપતીને વિનામૂલ્યે કુંવરબાઈનું મામેરું સહાય યોજના ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા આ લગ્નોત્સવમાં જુનિયર નરેશ કનોડીયા એટલે કે કિશોરભાઈ ડાભી ગુજરાતી આલ્બમ ની એક્ટર રંજન રાઠોડ એ ગુજરાતી ફિલ્મ ના ગીતો પર અભિનય કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું

- text

આ લગ્ન પ્રસંગે સુરેન્દ્રનગર થી ડોક્ટર પ્રકાશભાઈ કોરડીયા, ભરતભાઈ ગણેશજી,રમેશભાઈ ઝિંઝુવાડીયા,રમેશભાઈ ઠાકોર, લાલાભાઇ સુરેલા,ચતુરભાઈ પાટડીયા,રસિકભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.લગ્નોત્સવને સફળ બનાવવા જય વેલનાથ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ નવઘણભાઈ ઉડેચા, ઉપપ્રમુખ રતુભાઈ લીલાપુરા, રઘુભાઈ સીપરા સહિતના ઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી લગ્ન ઉત્સવ ને સફળ બનાવ્યો હતો.

- text