મોરબીના વિનય કરાટે એકેડેમીનો ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં દબદબો

- text


મોરબી : ગઈકાલે તારીખ 16 / 02 / 2020 રવિવારના રોજ 2nd ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટ (શોટોકાન કપ), અંધેરી સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ મુંબઈમાં યોજાઈ હતી. તેમાં ૧૨૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. તેમાં મોરબીમાં ચાલતા વિનય કરાટે એકેડેમીમાંથી 13 વિધાર્થી ભાઈઓ/બહેનોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ બે ભાગમાં યોજાઈ હતી. કાતા અને કુમિતે. જેમાં 8 ગોલ્ડ મેડલ, 8 સિલ્વર મેડલ અને 5 બ્રોન્ઝ મેડલ તેમજ બેસ્ટ ટીમ ટ્રોફી મેળવીને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તે બદલ વિનય કરાટે એકેડેમીના વાલજીભાઈ ડાભી આ તમામ વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

- text