મોરબીની ડી. જે. પટેલ વિદ્યાલયનો MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની સ્પર્ધામાં દબદબો

- text


મોરબી : મોરબીમાં MSME ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદ દ્વારા આયોજિત MSME જાગૃતિ વધે તે હેતુથી નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન મોરબી જિલ્લામાં કરવામાં આવ્યું હતું. તેમાં ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધો. 11ની વિદ્યાર્થીની વ્યાસ હેત્વી રાજેશભાઈ એ નિબંધ સ્પર્ધામાં મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવી રૂ. 10,000/-નું ઇનામ મેળવેલ છે. તેમજ ધો. 9ની વિદ્યાર્થીની ધનજા કૃષ્ણ અશ્વિનભાઈ એ ચિત્ર સ્પર્ધામાં મોરબી જિલ્લામાં તૃતીય ક્રમાંક મેળવી રૂ. 5000/-નું ઇનામ મેળવેલ છે. આથી, આ બંને વિદ્યાર્થીનીઓએ સંસ્થાનું તથા શાળાનું નામ રોશન કરેલ છે. જે બદલ આ બંને વિદ્યાર્થીનીઓને સંસ્થાના સંચાલકો તથા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text